Video: મહેસાણા: રામપુરા કટોસણમાં ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત, નવી ટાંકી બનાવવા ગ્રામજનોની માંગ

મહેસાણા તાલુકાના રામપુરા કટોસણ ગામે પંચાયત પાસે આવેલી અંદાજીત ૨૫ વર્ષ જૂની ઓવરહેડ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. ટાંકીની સીડીઓ તેમજ ઉપરના ભાગમાંથી પ્લાસ્ટર અને સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આટલી ભયજનક અને જર્જરિત સ્થિતિ હોવા છતાં પણ હાલ આ ટાંકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં તંત્ર દ્વારા આ જૂની ટાંકીને તાત્કાલિક તોડી પાડીને નવી ઓવરહેડ ટાંકી બનાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે.








