Video: ઘોઘમ્બામાં હિન્દુ યુવતીને અન્ય ધર્મના યુવક દ્વારા ભગાડી જવાના વિરોધમાં બંધ પળાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બામાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતરૂપે આજે ઘોઘમ્બાના વેપારીઓ અને ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તમામ ધંધા-રોજગાર સજ્જડ બંધ રહ્યા હતા. હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને અપહૃત યુવતીને સહીસલામત પરત લાવવાની તેમજ આરોપી વિધર્મી યુવક સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે જો પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ઢીલ વર્તવામાં આવશે, તો આગામી દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.






