Video: છોટાઉદેપુરની વાંસ કળા અને મસોટીની દેશ-વિદેશમાં બોલબાલા

કલા, કરતબ અને કૌશલ્યની ભૂમિ ગણાતા છોટાઉદેપુર જિલ્લાના વાંસ કલાકારોની અદ્ભુત કળા આજે દેશ-વિદેશમાં પ્રખ્યાત બની રહી છે. અહીંના અઠવાડિક હાટમાં સ્થાનિક કલાકારો વાંસ અને વણાટકામમાંથી ટોપલા, ટોપલી, સૂપડું અને ઘરવપરાશની અસંખ્ય સુંદર ચીજો બનાવે છે. ખાસ કરીને વાંસમાંથી બનતી ‘મસોટી’ હાલમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં અનાજ વર્ષો સુધી કેમિકલ વગર સુરક્ષિત અને ઠંડકમાં સંગ્રહિત રહી શકે છે. ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ હોવાથી હવે શહેરી વિસ્તારોમાં પણ તેની માંગ સતત વધી રહી છે. આ પરંપરાગત કળા માત્ર રોજીરોટીનું સાધન જ નહીં, પરંતુ છોટાઉદેપુરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ગૌરવનું પ્રતીક છે.








