Video: દક્ષિણ ગુજરાતમાં વીજ કાપ પરત ખેંચાતા ઉદ્યોગો અને કર્મચારીઓને મોટી રાહત

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજકાપ રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અગાઉ ઊર્જા સંકટને પગલે ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી વીજકાપ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, હવે વીજકાપ રદ થતાં ઉદ્યોગો અને કર્મચારીઓને મોટી રાહત મળશે. ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં મદદ મળશે અને ઉદ્યોગો પર પડતી સંભવિત અસર પણ ઘટશે. સાથે જ કામદારોની રોજગારી જાળવી રાખવામાં આ નિર્ણય મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.








