મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડનગરના સૂંઢિયામાં સીએમ દ્વારા CHCનું ઈ-લોકાર્પણ

સોર્સ: gstv

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ખાતે અંદાજિત 6 કરોડ 4 લાખના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ડિજિટલ માધ્યમથી ઈ-લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ નવા ચાલુ થયેલા આરોગ્ય કેન્દ્રથી ગ્રામીણ જનતાને હવે ઘરઆંગણે જ ઉત્તમ તબીબી સેવાઓ મળી રહેશે અને સારવાર અર્થે દૂરના શહેરોમાં જવું નહીં પડે. સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ, આયુષ્માન ભારત કાર્ડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

આ સમાચાર શેર કરો