પંચમહાલ: વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ આચરનાર શિક્ષકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
પંચમહાલના શહેરા તાલુકામાં વિદ્યાર્થિનીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

પંચમહાલના શહેરા તાલુકામાં વિદ્યાર્થિનીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. સાથે 30 હજાર રૂપિયા દંડનો ફટકાર્યો છે.
મૂળ મહીસાગરના કડાણા તાલુકાના મલેકપુરના અને હાલ ગોધરા ખાતે રહેતા આરોપી શિક્ષક નિમેશ પટેલને ગોધરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
વર્ષ 2022 દરમ્યાન આરોપી શિક્ષક પોતાની જ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આપી હતી. સગીરાને ભગાડી અલગ- અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે.






