મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગર: કારે બાઈકને ફંગોળી નાખ્યું, ધ્વજવંદનના કાર્યક્રમમાં જતા શિક્ષકનું મોત

76મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની. વહેલી સવારે

મહીસાગર:  કારે બાઈકને ફંગોળી નાખ્યું, ધ્વજવંદનના કાર્યક્રમમાં જતા શિક્ષકનું મોત

76મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની. વહેલી સવારે ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થવા બાઈક પર નીકળેલા એક શિક્ષકને મોંઘેરી કારના ચાલકે અડફેટે લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું. 

ક્યાં બની ઘટના? 

માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના ખાનપુરમાં પાંડરવાડાના કુભાઈડી ગામ નજીક આ ઘટના બની હતી. જ્યાં વાઢેલા પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા રાજેશ નામના શિક્ષક બાઇક પર નીકળ્યા હતા. તેઓ સ્કૂલમાં આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં સામેલ થવા નીકળ્યા હતા. જોકે  અજાણ્યા કાર ચાલકે તેમના બાઈકને ફંગોળી નાખતાં શિક્ષક રાજેશનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ મનપાના અધિકારી સામે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડાઈ, જાણો શું છે સમગ્ર વિવાદ

અકસ્માત થયો તો લોકોની ભીડ ભેગી થવા લાગી

જ્યારે અકસ્માત થયો તો લોકોની ભીડ ભેગી થવા લાગી હતી ત્યારે તકનો લાભ લઇ કારચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો