મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડીમાં શિક્ષકે ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષકે ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષકે પારિવારિક કારણો

સુરેન્દ્રનગર: પાટડીમાં શિક્ષકે ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષકે ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષકે પારિવારિક કારણોસર આત્મહત્યા કરી હોવાની શંકા છે. પોલીસે આ ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.

શિક્ષકે ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા ફાટક નજીક ટ્રેન નીચે આવીને એક શિક્ષકે જીવન ટુંકાવ્યું હતું. રઘુવીરસિંહ રાણામાં ફરજ બજાવતા મનોજ પરમારે પોતાનું જીવન ટુંકાવ્યું હતું.પારિવારિક કારણોસર શિક્ષકે આત્મહત્યા કરી હોવાની શંકા છે. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, ડોક્ટર પર બેદરકારીના આરોપ

સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં  બે યુવકોએ જીવન ટુંકાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં જ બે યુવકોએ આત્મહત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પરિવારને આ ઘટના મામલે જાણ કરવામાં આવી હતી. પરિવાર પણ દોડી આવતા શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો