પાટણ: ચાની લારીવાળાને મળી 49 કરોડની નોટિસ, આવકવેરા વિભાગે કહ્યું તરત પૈસા ભરો
પાટણમાં એક ચાની લારી ધરાવતા યુવાનને IT વિભાગે નોટીસ ફટકારી છે. ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ચા વાળાને 49 કરોડ

પાટણમાં એક ચાની લારી ધરાવતા યુવાનને IT વિભાગે નોટીસ ફટકારી છે. ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ચા વાળાને 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. ખેમરાજ દવે નામના શખ્સને બાકી રહેલો ટેક્સ અને પેનલ્ટીની IT વિભાગે નોટીસ ફટકારતા પરિવાર ચિંતામાં આવ્યા છે.
ચાની લારીવાળાને IT વિભાગે ફટકારી 49 કરોડની નોટિસ
10 વર્ષ પહેલા ચા વાળાએ પાનકાર્ડ કઢાવવા માટે પાટણના ગજબજારમાં પેઢી ચલાવનાર અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાના મહત્ત્વના કાગળ આપ્યા હતા. આ જ ભરોસો ચા વાળાને ભારે પડ્યો છે.
ચાની લારી ચલાવનાર શખ્સે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી
ભેજાબાજ શખ્સોએ આ દસ્તાવેજોનો દુરપયોગ કર્યો હતો. અલગ અલગ ખાતા ખોલાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હતો. આ મામલે ચાની લારી ચલાવનાર શખ્સે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.






