વાપી: ટિકિટ વિના મુસાફરી કરતા યુવાનને TCએ ચાલુ ટ્રેનમાંથી માર્યો ધક્કો, યુવક ટ્રેક પર પટકાતા ઘાયલ
ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં કામ પતાવીને વગર ટિકિટે પરત ફરી રહેલા બે ય

ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં કામ પતાવીને વગર ટિકિટે પરત ફરી રહેલા બે યુવાનો અને TC વચ્ચે બોલાચાલી થઈ હતી. TCએ પિત્તો ગુમાવતો વાપીના બલીઠા પાસે 20 વર્ષના યુવાનને ચાલું ટ્રેને ધક્કો માર્યો હતો. યુવાન નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે વાપીના રામનગરમાં રહેતા સંદીપ રામરચિત આર્યા (20 વર્ષ) તેના મિત્ર અજય ભિલાડ ખાતે ઈન્સ્યુલેશનનું કામ કરવાં ગયા હતા, અને સામાન ખૂટતાં તેઓ મંગળવાર સવારે 11.30 કલાકે વલસાડ સોકસમાં ભિલાડથી વાપી જવા પહોંચ્યા હતા. તે દરમિયાન ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં ચઢી ગયા હતા. તે દરમિયાન ટિકિટ ચેકર ચેકિંગ સાથે રકઝક થઈ હતી.
ટી.સીએ બન્ને યુવાન પાસે માંગ્યા 1-1 હજાર રૂપિયા
ટી.સી.એ બન્ને પાસે 1-1 હજાર માંગ્યા હતા. તેઓ પાસે માત્ર 500 રૂપિયા જ હતા. ત્યારબાદ બન્ને યુવાનોને પોતાના શેઠ સાથે વાત કરાવી હતી, પરંતુ ટીસી માન્યો નહોતો.આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ બબાલ દરમિયાન વાપી સ્ટેશન પણ આવી ગયું હતું, પરંતુ ટી.સીએ બન્નેને ટ્રેનમાંથી નીચે ઉતરવા દીધાં નહોતા.જેથી તેઓએ બે વખત ચેન પુલિંગ કરી હતી.
યુવાનને ચાલુ ટ્રેને માર્યો ધક્કો
ચેન પુલિંગ સમયે ટી.સીનો પારો છટક્યો અને એક યુવાનને ચાલુ ટ્રેને જ ધક્કી મારી દીધઘો હતો. યુવાન નીચે પટકાયો હતો. તેને માથા, મોઢા અને પેટાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે યુવાનનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ અજયે વલસાડ રેલ્વે પોલીસમાં ટીસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






