Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : VIDEO: Unique initiative of the Sarpanch of Chikhalda village in Tapi, conveying government schemes to the people through social media

VIDEO: તાપીના ચીખલદા ગામના સરપંચની અનોખી પહેલ, સોશિયલ મીડિયાથી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સોશિયલ મીડિયા આજના સમયમાં મનોરંજનનું, અભિવ્યક્તિનું અને લોકપ્રિયતા મેળવનાનું મોટું માધ્યમ બની ગયું છે. અનેક યુવાનો રીલ્સ બનાવીને હજારો નહિ પરંતુ લાખો ફોલોવર્સ મેળવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાનું વિશેષ સ્થાન બનાવી રહ્યા છે. પરંતુ આજની અમારી ખાસ સ્ટોરી એક એવા યુવાનને લઈને છે, જે સોશિયલ મીડિયા ફેમ માટે નહિ, પરંતુ વિકાસ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

App Store

 મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના પ્રગતિશીલ ચીખલદા ગામના યુવા સરપંચની, જેમણે સોશિયલ મીડિયાને ગામના વિકાસ માટેના સાધન તરીકે અપનાવીને એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. વ્યારાના ચીખલદા ગામના આ યુવાન સરપંચે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વિવિધ સરકારી યોજનાઓ અંગે નિયમિત રીતે માહિતીસભર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું છે. આ રીલ્સ માત્ર મનોરંજક નથી. પરંતુ અત્યંત ઉપયોગી છે, કારણ કે તેઓ દરેક યોજના વિશે સરળ ભાષામાં, ઉદાહરણો સાથે અને લોકોને સમજાય તે રીતે માહિતી આપે છે.

સરપંચ દ્વારા સરકારની મોટેભાગની યોજનાઓ જેવી કે PM–Kisan હોય, પેન્શન યોજના હોય, ગૃહ નિર્માણ યોજના હોય કે અન્ય લોક કલ્યાણકારી યોજનાઓ. આ બધું રીલ્સ મારફતે ગામજનો સુધી પહોંચે છે. પરિણામે, ગામના લોકો યોજનાઓ વિશે વધુ જાણી રહ્યા છે અને તેનો સીધો લાભ પણ લઈ રહ્યા છે. આ પહેલને ગામજનો જ નહી અન્ય ગામોના લોકો પણ આનંદપૂર્વક આવકારી સરકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર મનોરંજન કે લોકપ્રિયતા મેળવવાનો જ ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ ચીખલદા ગામના સરપંચે એ સાબિત કરી દીધું છે કે જો દૃષ્ટિ સકારાત્મક હોય તો સોશિયલ મીડિયા ગામડાની કાયાપલટ કરી શકે છે. આ યુવા સરપંચની પહેલ માત્ર તેમના ગામ સુધી મર્યાદિત રહી નથી. તાપી જિલ્લામાં પણ તેઓ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે તેઓનો મોડેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક પ્રેરણાસ્રોત બની રહ્યો છે.

સરકારી યોજનાઓનો સાચો લાભ દરેક સુધી પહોંચે તે માટે આ ડિજિટલ પહેલ ખરેખર વખાણવા લાયક છે. આવો પ્રયાસ જો દરેક ગામના યુવાનો અને સરપંચો કરશે, તો “ડિજિટલ ઇન્ડિયા”નું સ્વપ્ન ગામડેથી જ સાકાર થઈ શકશે.