VIDEO: તાપી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો, ખરીફ પાકને ફાયદો થયો
સોર્સ : gstv
તાપી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. કુકરમુંડા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે પણ સારો વરસાદ વરસ્યો છે. વ્યારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અવારનવાર વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોના કહેવા પ્રમાણે, વરસાદથી ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદની આ સારી શરૂઆતથી જિલ્લાના ખેડૂતો આશાવાદી બન્યા છે.

