VIDEO: તાપીમાં મેઘ મહેર: ડોલવણની ઓલણ નદીમાં આવ્યા નવા નીર
સોર્સ : gstv
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સારો વરસાદ વરસતા બામણામાળ ગામેથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીરની આવક થઈ છે. લાંબા સમય બાદ નદીમાં પાણી વહેતા ખેડૂતો, પશુપાલકો અને નાના પાયે મચ્છીમારી કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીથી નદી જીવંત બનતાં ખેતી માટે પણ આશાનું નવું કિરણ જાગ્યું છે. સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં તંત્ર લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યું છે.

