VIDEO : 'ખાતરનો સ્ટોક છે પણ ઉપરથી આદેશ નથી', તાપીના વ્યારા અને સોનગઢમાં ખેડૂતો પરેશાન
સોર્સ : gstv
તાપીના વ્યારામાં સહકારી ખેડૂત જીન અને સોનગઢ માર્કેટ યાર્ડમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. હાલ ચોમાસાની શરૂઆતમાં ખાતરની ભારે માંગ હોવા છતાં, ગોડાઉનમાં નર્મદા, કૃભકો અને ઇફકો કંપનીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સત્તાધીશો વારંવાર ખાતર આપવાના બહાના બતાવી ખોટા ધક્કા ખવડાવી રહ્યા છે. બીજી તરફ, વ્યારા સહકારી જીનના ડેપો મેનેજર અને સત્તાધીશોનું કહેવું છે કે કંપની દ્વારા હાલ ખાતરનો સ્ટોરેજ કરવા જણાવાયું છે અને ઉપરથી નવી સૂચના મળ્યા બાદ જ ખેડૂતોને ખાતરનું વિતરણ કરવામાં આવશે.

