Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : 48 talukas flooded in Gujarat in 4 hours, high alert on coast, 4 days of heavy rain forecast

VIDEO: ગુજરાતમાં 4 કલાકમાં 48 તાલુકા ભિંજાયા, દરિયાકાંઠે હાઈ એલર્ટ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી માછીમારો માટે હાઇ એલર્ટ જાહેર કરાયું છે. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

App Store

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં 22.20 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, ડાંગના વઘઈમાં 13.31, સુરતના અંબિકામાં 13.19 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કયા 7 જિલ્લામાં રેડ એલર્ટ

ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા

 ગુજરાતમાં 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી માછીમારો માટે હાઇ એલર્ટ જાહેર કરાયું છે.