Navratri 2024 : નવરાત્રી એ લવરાત્રી, છૂટાછેડાનું મોટું કારણ, સ્વામિનારાયણ સાધુનો વીડિયો વાયરલ
Navratri 2024 : સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદ

Navratri 2024 : સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમસ્વરૂપ સ્વામીએ નવરાત્રી અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતીના પ્રિય તહેવાર નવરાત્રીને લોકો લવરાત્રી કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા.
નવરાત્રીના કારણે છૂટાછેડા થાય
નવરાત્રી અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રીના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રી ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રી તરીકે ઓળખાય તે કેવી લાચારી.
જુઓ અનુપમ સ્વરૂપ સ્વામીનો આ વીડિયો -






