સુરત ગુરુકુળમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીએ કહ્યું-'માણસ સંસ્કારથી શોભે, મોબાઈલ કરતાં મેદાનમાં રમત રમવી'
સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંદેશો પાઠવતા

સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંદેશો પાઠવતાં કહ્યું કે, શિક્ષણ વેચાતું મળશે, સંસ્કારો નહીં. માણસ સંસ્કારથી શોભે છે. બાળકોએ બાલ્યાવસ્થામાં બે કામ કરવાના હોય છે. ભણવું અને ભોજન કરવું. ત્રીજું રમત હંમેશા મેદાનમાં રમવી નહીં કે મોબાઇલમાં..જો મોબાઈલમાં ગેમ રમતા હશો તો તે સમયની બરબાદી સમજવી જોઈએ.
ભગવાન આ લોક અને પરલોકમાં રક્ષણ કરે છે
વેડ રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓને વિવિધ કલા તથા અભ્યાસમાં વિશેષ સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓ તથા તેને માર્ગદર્શન આપનારા શિક્ષકોને દેવપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતાં. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્વહસ્તે વિવિધિ પ્રકારના બનાવેલ હાર પહેરાવ્યાં હતાં. આ વર્ષે ગુરુકુલમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાનની શરણાગતિ અપાવી હતી. આ પ્રસંગે તેઓએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, મા-બાપ પોતાના સંતાનની રક્ષા કરે છે. તેમ જે ભગવાનનો થાય તેનું ભગવાન આ લોક અને પરલોકમાં રક્ષણ કરે છે.
સેવા આપનારા સન્માનિત
પ્રભુ સ્વામીએ કહ્યું કે, સન 1800ની સાલમાં શરણાગતને વરદાન આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણે નવેમ્બર ૧૮૦૦માં કહેલું કે ‘મારા આશ્ચિત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાઓ’.વળી મૃત્યુ સમયે ભગવાન પોતાના અક્ષરધામમાં લઇ જવા પધારે છે. મૃત્યુ પછી પણ ભક્તનું શરીર નરમ હોય છે. એ એમની મોટી નિશાની છે. સ્વામીના હસ્તે સેવા આપનારાને શિલ્ડથી સન્માનિત કરાયા હતાં.






