મોરડીયા ગામની પોસ્ટ ઓફીસનો પોસ્ટ માસ્ટર ઝડપાયો, ગ્રામજનોના લાખો રૂપિયા ચાંઉ કરી થયો હતો ફરાર
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લાખોની ઉચાપત કરનાર પોસ્ટ માસ્ટર ઝડપાયો છે. સુત્રાપાડાના મોરડી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લાખોની ઉચાપત કરનાર પોસ્ટ માસ્ટર ઝડપાયો છે. સુત્રાપાડાના મોરડીયા ગામની પોસ્ટ ઓફીસની આ ઘટના છે. આરોપી ગ્રામજનોની 19 લાખ 25 હજાર રૂપિયાની બચતની રકમ ચાઉ કરી ગયો હતો. આરોપી કેયુર સોસા નામના પોસ્ટમાસ્ટરની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીને કોડીનારના કાજ ગામેથી ઝડપી પાડ્યો
સુત્રાપાડા સર્વેલન્સ સ્કોવડે આરોપીને કોડીનારના કાજ ગામેથી ઝડપી પાડ્યો હતો. આરોપી ગ્રામજનોના રૂપિયા ચાંઉ કરીને ફરાર થયો હતો.
પોલીસે ભ્રષ્ટ પોસ્ટમાસ્ટરની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી ફરાર પોસ્ટ માસ્ટરને પોલીસની ટીમ શોધી રહી હતી. આખરે આ પોસ્ટમાસ્ટર ઝડપાયો હતો. તો બીજી તરફ આરોપીએ રૂપિયાની કઈ રીતે છેતરપિંડી આચરી છે, તે મામલે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.






