કડી: અલ્પાઇન કંપનીમાં શ્રમિકનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસમાં સામે આવશે હત્યા કે આત્મહત્યા
મહેસાણાના કડીના બોરીસણા ગામ પાસેની અલ્પાઇન ફાઈબર કંપનીમાં શ્રમિકના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. ભેદી મ

મહેસાણાના કડીના બોરીસણા ગામ પાસેની અલ્પાઇન ફાઈબર કંપનીમાં શ્રમિકના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. ભેદી મોત મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
22 વર્ષીય શ્રમિકનું બીજા માળથી પટકાતા મોત
પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે અલ્પાઇન ફાઇબર નામની કંપનીમાં 22 વર્ષીય શ્રમિકનું બીજા માળથી પટકાતા મોત થયું હતું.
આ પણ વાંચો: ગાંધીધામ: નકલી દરોડાથી તપાસ કરી અસલી 'EDની રેડ' કરાવી 10 કરોડ ડકારવાનો હતો પ્લાન
શ્રમિકોએ હત્યાનો આરોપ લગાવ્યો
શ્રમિકના મોત મામલે કંપની દ્વારા મામલો રફેદફે કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.મૃતકના સાથે કામ કરતા અન્ય શ્રમિકોએ હત્યાનો આરોપ લગાવ્યો છે.ત્યારે હવે કડી પોલીસે હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.






