મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: ફતેહગંજ PG રૂમમાંથી MBAના વિદ્યાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલી બ્લુ લગૂન હોટલ પાછળની એક સોસા

Vadodara: ફતેહગંજ PG રૂમમાંથી MBAના વિદ્યાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલી બ્લુ લગૂન હોટલ પાછળની એક સોસાયટીમાં આવેલા PG (પેઈંગ ગેસ્ટ) રૂમમાંથી પારુલ યુનિવર્સિટીના MBA બીજા વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

મોતનું રહસ્ય અકબંધ: કુદરતી કે આપઘાત?

મૃતક વિદ્યાર્થીનું નામ અતિકદાસ છે અને તે મૂળ હરિયાણાનો વતની હતો. તે વડોદરામાં અભ્યાસ અર્થે આવ્યો હતો અને PG રૂમમાં રહેતો હતો. તેના મૃતદેહ અંગેની જાણ થતાં જ ફતેહગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે હાલ તો આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, વિદ્યાર્થીના મોતનું કારણ કુદરતી છે, તેણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસે તેના રૂમના અન્ય રહેવાસીઓ અને મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો