રાજકોટ/ વીંછિયામાં આડા સંબંધની આશંકામાં મામાએ જ ભાણિયાને પતાવી દીધો, જાણો શું છે ઘટના
રાજકોટના વીછિંયા તાલુકામાં આડા સંબંધની આશંકા રાખી મામાએ જ ભાણેજની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં પોલીસે સાત

રાજકોટના વીછિંયા તાલુકામાં આડા સંબંધની આશંકા રાખી મામાએ જ ભાણેજની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી 6 લોકોની ધરપકડ કરી છે.
મામાએ જ ભાણેજની કરી હત્યા
વીંછિયા તાલુકામાં દેવીપૂજક યુવાન મયુર ઉપર આડા સંબંધની શંકાએ ચોટીલાના ધારેઇ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સે પરિવારની નજર સામે જ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા યુવકને વીંછિયા અને તે બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા જ FSLની ટીમ અને વીછિંયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં મૃતક મયુર (ઉં.વ.22)ના સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકાએ રમેશ ભાઇનો ફોન આવ્યો હતો જેમાં તે ગાળો બોલતા હતા અને ઝઘડો થયો હતો. મૃતકના મામાના દીકરા વનરાજના પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી જેથી 7 શખ્સોએ ભેગા મળીને મયુર પર હુમલો કર્યો હતો. આ ટોળકીએ છરી, કુહાડી, પાઇપ અને ધારિયા જેવા હથિયારો સાથે મયુર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મયુરને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.






