સુરેન્દ્રનગર/ અકસ્માતમાં SMCના PSIનું મોત, જાણો શું છે સમગ્ર ઘટના
સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુર

સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMC ( સ્ટેટ મોનિટરીંગ સેલ)ના PSIનું અકસ્માતમાં મોત થયું છે. ઘટનાની જાણ થતાં SMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: તહેવાર ટાણે છેલ્લા એક અઠવાડિયામાં ડુબી જવાની દુર્ઘટનામાં 10ના મોત
અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા
અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. SMCની ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે રોડ બ્લોક કરીને કારને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર અને ટ્રેલર રોકાયું નહોતું, બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા.
ટ્રેલર અને SMCની કાર વચ્ચે થઈ ટક્કર
SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી કારને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. આ વચ્ચે દારૂ ભરેલી કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.
દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આદરી છે.






