Aravalli : સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ
Aravalli News : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરંચા ગામમાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ-

Aravalli News : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરંચા ગામમાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો છે. સ્કૂલના આચાર્યએ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાનો કિશોર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં શામળાજી નજીક આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી ગઈકાલ રાત્રીથી ગુમ થયો છે. શાળાના આચાર્યએ વિદ્યાર્થીના પરિવારને જાણ કરી હતી, સાથે જ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થી ગુમ થવાની ઘટનાને લઈ પરિવાર ચિંતામાં મુકાયો છે. ટીંટોઇ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.






