VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગે વીજ ચોરી સામે મેગા ડ્રાઇવ હાથ ધરી
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગે વીજ ચોરી સામે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી ટીમોએ વિવિધ ગામોમાં ચેકિંગ કરી 107 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી છે. આ કાર્યવાહી માટે એક સાથે 54 જેટલી વીજ ટીમો અને 31 પોલીસ ટીમોને જોડવામાં આવી હતી. દેવસર, દુધઈ, મંદાસર, મેવાસા, મોરથડા, પલાસા અને આણંદપુર સહિતના ગામોમાં વીજ ચોરીના કેસ સામે આવ્યા છે. વિભાગે કુલ રૂ. 54.65 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

