VIDEO: સુરેન્દ્રનગરમાં વીજપોલના વિરોધમાં હાઇવે ચક્કાજામ: ખેડૂતો અને કૉંગ્રેસ નેતાઓની ધરપકડ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના જૈનાબાદ-બહુચરાજી હાઇવે પર ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ આંદોલનમાં કિસાન કૉંગ્રેસ પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઈ હતી. પ્રદર્શનકારીઓએ પૂરતું વળતર આપવાની અને કોરિડોરમાં રહીને જ કામગીરી કરવાની માંગ કરી છે. આ સાથે જ, ખેડૂતો સાથે દમનગીરી આચરતા અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી છે.

