સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવા ઝડપાયા, 6 મજુરોનું રેસ્ક્યું કરાયું

સોર્સ : gstv
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ ચાલતું હોવાની બાતમી મળતાં લીબડી ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા..
આ કામગીરીમાં ત્રણ કુવા ઝડપી પાડવામાં આવ્યા
આ કામગીરીમાં ત્રણ કુવા ઝડપી પાડવામાં આવ્યા અને તેમાં કામ કરતા છ મજૂરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું.દરોડા દરમિયાન એક બાઇક, ચરખી, જનરેટર અને બકેટ જેવાં સાધનો પણ જપ્ત કરાયા હતા.ઘણા મહિનાઓ બાદ ડેપ્યુટી કલેક્ટર હરકતમાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા કુવાને તાત્કાલિક ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

