Surendranagar: પહેલા પત્નિની મજાક ઉડાવી પછી પતિને મોતને ઘાટ ઉતાર્યો, હત્યારાની અટકાયત
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક યુવકે ઉશ્કેરાઇને અન્ય યુવકની હત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે.
શું છે સમગ્ર મામલો
23 સપ્ટેમ્બરમાં ધ્રાંગધ્રામાં એક મજુરી કરનારી મહિલા વાડીમાં કામ કરી રહી હતી તે સમયે આરોપી યુવકે તેની મજાક ઉડાવી હતી. પોતાની પત્નીની મજાક કરી રહેલા યુવકને મહિલાના પતિએ ઠપકો આપ્યો હતો. આ ઠપકો આરોપીથી સહન ના થયો તો તેણે ઉશ્કેરાઈને મહિલાના પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. વાડીમાં મહિલા અને તેનો પતિ સુતા હતા તે દરમિયાન કુહાડીથી આરોપીએ પતિ પર હુમલો કર્યો હતો.
કોણ છે હત્યારો
સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ત્યારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ હત્યા કરનારાનું નામ રોહીત તડવી છે. પોલીસે તેની અટકાયત કરી છે. આ સાથે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

