Video: BAPS સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે ભક્તિભાવપૂર્વક શારદા પૂજનનું આયોજન

મહેસાણા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દીપાવલી પર્વે ભક્તિભાવપૂર્વક શારદા પૂજન યોજાયું હતું, જેમાં ૨ હજારથી વધુ હરિભક્તોએ પોતાના ધંધા-રોજગારના ચોપડાનું પૂજન કર્યું હતું. મહેસાણા BAPS મંદિરે સનાતન પરંપરા અનુસાર સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી શારદા પૂજન સંપન્ન થયું. આ અવસરે હરિભક્તોએ વ્યવસાયમાં પ્રામાણિકતા અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દીપોત્સવી પર્વે મંદિર પરિસર ૩૦૦૦થી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ભવ્ય આતશબાજી સાથે સૌએ વિક્રમ સંવતના અંતિમ દિવસને વિદાય આપી હતી.
જાહેરાત







