Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Humanity embarrassed in Surendranagar: Parineeta gang-raped in the name of purification, beefed up lover; 9 accused arrested including husband

Surendranagarમાં માનવતા લજવાઈ: શુદ્ધિકરણના નામે પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ, પ્રેમીને ઢોર માર મારી પેશાબ પીવડાવ્યો; પતિ સહિત 9 આરોપી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાં માનવતા લજવાઈ: શુદ્ધિકરણના નામે પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ, પ્રેમીને ઢોર માર મારી પેશાબ પીવડાવ્યો; પતિ સહિત 9 આરોપી ઝડપાયા
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના દુધરેજ વહાણવટી નગરમાં માનવતાને શરમાવે તેવી અત્યંત આઘાતજનક અને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. આ મામલે પરિવારજનો અને પતિ દ્વારા બંનેને શોધીને દુધરેજ પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શરૂ થયેલા અત્યાચારના સિલસિલાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.  

App Store

શુદ્ધિકરણના નામે મહિલા પર સામૂહિક દુષ્કર્મનો ગંભીર આક્ષેપ

પરિણીતાને પરત લાવ્યા બાદ તેના પતિ અને સગા-સંબંધીઓ દ્વારા તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. સમાજમાં શુદ્ધિકરણ કરવાના અંધવિશ્વાસી બહાના હેઠળ આ મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ અત્યંત ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે.  યુવકને ઝાડ અને ખાટલા સાથે બાંધીને ક્રૂર મારપીટ કરવામાં આવી હતી. આ જઘન્ય ઘટનામાં માત્ર મહિલા જ નહીં, પરંતુ તેની સાથે આવેલા યુવકને પણ ક્રૂરતાથી નિશાન બનાવવામાં આવ્યો હતો. યુવકને ઝાડ અને ખાટલા સાથે દોરડાથી બાંધીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેને અત્યાચારના ભાગરૂપે અમાનુષી રીતે પેશાબ પીવડાવવામાં આવ્યો હોવાની પણ શરમજનક વિગતો બહાર આવી છે.

આ સમગ્ર ક્રૂર કૃત્યનો વીડિયો

આરોપીઓ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો. વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અમાનુષી અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ તે મહિલા એ.એસ.પી. સુધી પહોંચ્યો હતો. આ ભયાનક વીડિયો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને ત્વરિત કાયદેસરના પગલાં લેવા માટે સખત આદેશ કર્યા હતા. પોલીસે તરત જ ગુનો નોંધીને આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી.  

9 આરોપીઓની ધરપકડ અને પોલીસની કડક કાર્યવાહી

પોલીસે આ ગંભીર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર પતિ રમેશ સરવૈયા, તેમજ જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયા સહિત કુલ 2 મહિલા અને 7 પુરુષો મળીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે શુદ્ધિકરણ અને કુરિવાજોની આડમાં આ પ્રકારના અમાનુષી ગુના આચરનાર કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.