VIDEO : Surendranagarમાં મોડી રાત્રે ગાજવીજ સાથે 1થી દોઢ ઈંચ વરસાદ, કપાસના આગોતરા વાવેતરને થશે ફાયદો
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ તમામ 10 તાલુકાઓમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દસાડા, લખતર અને ચુડામાં દોઢ ઈંચ જ્યારે લીંબડી, વઢવાણ અને ધાંગધ્રામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગરમીથી અકળાયેલા લોકોએ રાહત અનુભવી હતી અને ખેડૂતોએ કરેલા આગોતરા કપાસના વાવેતરને ફાયદો થવાની આશા જાગી છે. જોકે, ગાજવીજને કારણે મુખ્ય વીજ લાઈનમાં નુકસાન થતા વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ તંત્રની ટીમોએ તાત્કાલિક કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દીધો હતો.

