VIDEO: Surendranagarમાં મેઘરાજાનો તાંડવ, 4 કલાકમાં 187 તાલુકામાં મેઘમહેર, અમદાવાદમાં પણ વરસાદ
ગઈકાલે ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે અમદાવાદના પાડોશી જિલ્લા સુરેન્

ગઈકાલે ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે અમદાવાદના પાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે. સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકના ગાળામાં અનેક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે લખતરમાં તો બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે.




