VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ: તમામ શાળાઓ બંધ અને અધિકારીઓની રજાઓ રદ
સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં શનિવારે પણ તમામ ૧૨૦૦ થી વધુ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.પાટડી વિસ્તારમાં સંભવિત જોખમને પહોંચી વળવા માટે તાત્કાલિક એસડીઆરએફની ટીમ બોલાવીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.આ આપત્તિજનક સ્થિતિને જોતા તમામ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી તેમને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપવામાં આવી છે.કલેક્ટર અને પોલીસવડા દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.




