મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા સામે વિરોધ

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને વિવાદ શરૂ થયો છે. એમ.પી. શાહ સાયન્સ કોલેજ

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને વિવાદ શરૂ થયો છે. એમ.પી. શાહ સાયન્સ કોલેજ ખાતે પાંચ દિવસીય લોકમેળો યોજવાની તૈયારી સામે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોએ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કોલેજ પરિસરમાં મેળો યોજાશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડશે તેમજ કોલેજના ગ્રાઉન્ડને પણ નુકસાન થવાની શક્યતા છે. સ્થાનિકોએ મેળાનું સ્થળ બદલવાની માંગ પણ કરી છે. બીજી તરફ કમિશ્નરે ખાતરી આપી છે કે શિક્ષણકાર્ય અને જાહેર સંપત્તિને કોઈ નુકસાન ન થાય તે રીતે જ મેળાનું આયોજન કરવામાં આવશે. તેમ છતાં મેળાના આયોજનને લઈને સ્થાનિકોમાં ચર્ચા અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો