Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fatal accident between Eicher and bike on Sayla-Chotila highway

VIDEO: Surendranagar / સાયલા-ચોટીલા હાઇવે પર આઇશર અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વખતપર ગામના બોર્ડ પાસે એક પુરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 8 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે તેઓને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store