Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : ED raids Deputy Mamlatdar arrested, now the sword hangs over the collector

Surendranagar માં EDના દરોડા: 60 લાખ રોકડા મળ્યા બાદ નાયબ મામલતદારની ધરપકડ,14 દિવસના રિમાન્ડની માંગણી

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar માં EDના દરોડા: 60 લાખ રોકડા મળ્યા બાદ નાયબ મામલતદારની ધરપકડ,14 દિવસના રિમાન્ડની માંગણી
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી લાખોની રોકડ રકમ મળી આવતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

App Store

નાયબ મામલતદારના ઘરેથી મળ્યા  60 લાખ રૂપિયા

ED ના દરોડા દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રહેણાક મકાનમાંથી 60 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આટલી મોટી રકમનો હિસાબ ન આપી શકતા ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેથી આ નાણાંના સ્ત્રોત અને અન્ય કૌભાંડોની કડીઓ મેળવી શકાય.

કલેક્ટર અને તેમના PA પર પણ તપાસનો ગાળિયો

આ કેસમાં માત્ર નાયબ મામલતદાર જ નહીં, પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ ટૂંક સમયમાં અટકાયત થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ (PA) જયરાજસિંહ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ED અને ACB સંયુક્ત તપાસ કરશે

આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) બંને વિભાગો સાથે મળીને તપાસ આગળ ધપાવશે.