Video: સાયલાના ઈશ્વરીયામાં BPCL પાઈપલાઈનના કર્મચારીઓ પર હુમલો

સોર્સ: gstv

સાયલા તાલુકાના ઉમરડા, ચોરવીરા અને ધર્મેન્દ્રગઢ સહિતના વિસ્તારોમાં BPCL કંપનીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ઈશ્વરીયા ગામની સીમમાં કામગીરી ચાલતી હતી ત્યારે કારમાં આવેલા 5 અજાણ્યા શખ્સોએ કોન્ટ્રાક્ટરના માણસો પર હુમલો કર્યો હતો. MLCમાં જણાવ્યા પ્રમાણે લાકડીઓ વડે ચાર લોકોને માર મારવામાં આવ્યો હતો. ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા છે. હુમલાખોરો કારમાં ફરાર થઈ જતાં સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત