Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 07 Taluka Panchayat, 28 Municipal and 2 Municipal Assembly seats of Surendranagar district went uncontested

સુરેન્દ્રનગર જિલ્લાની 07 તાલુકા પંચાયત 28 નગરપાલિકા અને 2 મહાનગરપાલિકાની બેઠકો થઈ બિનહરીફ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર જિલ્લાની 07 તાલુકા પંચાયત 28 નગરપાલિકા અને 2 મહાનગરપાલિકાની બેઠકો થઈ બિનહરીફ
સોર્સ : GSTV

Surendranagar news: સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અને જંગ જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાત જેટલી બિનહરીફ તાલુકા પંચાયતની સીટો થઈ છે અને નગરપાલિકાની કુલ 28 જેટલી બેઠકો બિનહરી થઈ છે અને મહાનગરપાલિકાની પણ બે બેઠકો બિનહરિફ થઈ છે જેને લઈને ભાજપનો ભોગવો લહેરાયો છે.

App Store

તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ન મળતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં તેમને જાકારો મળ્યો છે અને સીટો બિનહરીફ થયો છે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરી અને જીતી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

તાલુકા પંચાયતમાં બિનહરીફ થયેલા ઉમેદવારોના નામોની યાદી
જેમાં વઢવાણ તાલુકા પંચાયતની મેમકા સીટ ઉપરથી રેખાબેન કમલેશભાઈ મકવાણા તેમજ વઢવાણ તાલુકા પંચાયતની રામપરાશીટ ઉપરથી કાનજીભાઈ રણછોડભાઈ ચાવડા પાટડી તાલુકા પંચાયતના કઠાડામાંથી પ્રવીણભાઈ ભગવાનભાઈ ડોડિયા પાટડી તાલુકા પંચાયત ખારાઘોડા સીટ ઉપરથી દિલીપભાઈ ચંદુભાઈ માલકીયા પાટડી તાલુકા પંચાયત સીટ ઉપરથી દીપક કાનજીભાઈ પટેલ અને થાનગઢ તાલુકા પંચાયત સોનગઢ સીટ ઉપરથી ગબરુભાઈ જળુ તને ધાંગધ્રા તાલુકા પંચાયત ભારત સીટ ઉપરથી શ્રદ્ધા સહદેવસિંહ ઝાલા બિનહરી થયા છે.

નગરપાલિકામાં બિનહરીફ થયેલા ઉમેદવારોના નામોની યાદી
લીમડી નગરપાલિકામાંથી કંચનબેન દિલીપભાઈ ડણીયા ધાંગધ્રા નગરપાલિકામાંથી હેમાબેન ખીમજીભાઇ સિંધવ તેમજ ધાંગધ્રા નગરપાલિકામાંથી પ્રિયંકા બા યોગેન્દ્રસિંહ જાડેજા ધાંગધ્રા નગરપાલિકામાંથી અમરાભાઇ ખોડાભાઈ હાડગડા ધાંગધ્રા નગરપાલિકા બેઠક ઉપરથી રાજેશ પટેલ ધાંગધ્રા નગરપાલિકા બેઠક ઉપરથી રીટાબેન મેવાડા ધાંગધ્રા નગરપાલિકા બેઠક ઉપરથી વર્ષાબેન રમેશભાઈ કણજારીયા ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 8 પૂજાબેન જગદીશભાઈ જાદવ તેમજ ધાંગધ્રા નગરપાલિકાના આઠ નંબરના વોર્ડમાંથી ગીતાબેન મુકેશભાઈ લકુમ ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર આઠમાંથી સતિષભાઈ ગણેશભાઈ ડાભી ધાંગધ્રા વોર્ડ નંબર 8માંથી પ્રતિપાલસિંહ ઇન્દ્રસિંહ ઝાલા અને વોર્ડ નંબર 9 માંથી ગોપાલભાઈ મધુસૂદનભાઈ કાજિયા બિનહરીફ થયા છે.

આ ઉપરાંત પાતળી નગરપાલિકા માંથી ગીતાબેન વરસાણી જસવતીબેન સુરેશભાઈ દુધરેજીયા રાજુભાઈ વેરશીભાઈ ઝિંઝુવાડીયા શૈલેષભાઈ વાસુદેવભાઈ પટેલ લાભુબેન નારાયણભાઈ ભીમાણી મનીષાબેન મહેશભાઈ ઉદર ઓઝા અમૃતભાઈ હીરાભાઈ વાઘેલા શ્રવણ બળદેવભાઈ ઠાકોર રમીલાબેન રાજેન્દ્રભાઈ મકવાણા નયનાબેન રશ્મિકાંત પુજારા મીનાબેન વિજયભાઈ દેસાઈ વિષ્ણુભાઈ રમેશભાઈ ધોળકિયા મંજુબેન અજમલભાઈ ઠાકોર ભૂમિકાબેન ચાવડા અને હસમુખભાઈ સોલંકી અને દિલીપભાઈ લગુભાઈ ઠાકોર બિન હરીફ ચૂંટાયા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બિનહરીફ થયેલા ઉમેદવારો.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાંથી સ્વાતિબેન નિલેશભાઈ માંડલીયા અને મીનાબેન પિનાકીનભાઈ જોશી બિનહરીફ થયા છે.