Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Dumper of Death' rampages on SG Highway, two promising youths die in horrific deaths after being hit by a car on Gota Bridge

Ahmedabad: SG હાઈવે પર 'મોતનું ડમ્પર' બેફામ, ગોતા બ્રિજ પર અડફેટે લેતા બે આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: SG હાઈવે પર 'મોતનું ડમ્પર' બેફામ, ગોતા બ્રિજ પર અડફેટે લેતા બે આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
સોર્સ : GSTV

Ahmedabad: અમદાવાદ શહેરના ગોતા બ્રિજ પર બુધવારે(15 એપ્રિલ, 2026) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના ગોતા બ્રિજ પર વાહનોની અવરજવર વધુ હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક અને પાછળ બેઠેલા યુવક બંને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બંને વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. 

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ
અકસ્માતના કારણે ગોતા બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. તેમજ બ્રિજ પરનો ટ્રાફિક કામચલાઉ ધોરણે નીચેના સર્વિસ રોડ તરફ ડાયવર્ટ કરાયો હતો. આ ડાયવર્ઝનને કારણે એસ.જી. હાઈવે અને ગોતા આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ફરાર ડ્રાઈવરની શોધખોળ યથાવત્
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન છોડીને કે સાથે લઈને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી ડમ્પરનો નંબર અને ચાલકની ઓળખ થઈ શકે. 

ભારે વાહનોનો આતંક
એસ.જી. હાઈવે અને ફ્લાયઓવર પર બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યા છે. સ્થાનિક રહીશોમાં પણ આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભારે વાહનોથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે.