Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Gujarat High Court reprimands Lalghum, Surat Panchayats for building roads on privately owned land

ખાનગી માલિકીની જમીન પર રોડ બનાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સુરત પંચાયતને ફટકાર લગાવી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ખાનગી માલિકીની જમીન પર રોડ બનાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સુરત પંચાયતને ફટકાર લગાવી
સોર્સ : GSTV

Gujarat High Court: સુરતની ગ્રામ પંચાયતોનો ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો હતો. ખાનગી માલિકીની જમીન પર રસ્તો બનાવવાની કામગીરી સામે ઢગલાબંધ અરજીઓ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. સમગ્ર મામલે સુનાવણી કરતાં હાઈકોર્ટે સુરતની પંચાયતોને ફટકાર લગાવતા કહ્યું કે, 'કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?' જેને લઈને કોર્ટે હુકમ કર્યો કે, જે-જે વ્યક્તિની ખાનગી માલિકીની જમીનનો ઉપયોગ થયો છે, તેઓને વર્ષ 2013થી ભાડું ચૂકવવામાં આવે.

App Store

હાઈકોર્ટે અનેક સવાલો કર્યા કે, ખાનગી માલિકની જમીન પર રસ્તા બનાવવા ગ્રામપંચાયતે મનાઈ ફરમાવવા છતાં તે જગ્યા પર રસ્તો કોને પૂછીને બનાવ્યો? કોના પ્લોટના કેટલાં રૂપિયા ભાડું તમે આપ્યુ તેનો પણ કોઈ હિસાબ નથી. તમે કોઈની જમીન પર તેમને ભાડું આપ્યા વગર રસ્તો બનાવી દો છો અને તેમને રસ્તાનો ઉપયોગ પણ કરવા દેતા નથી. આવું કોની મંજૂરીથી કોના હુકમથી કરો છો?

કોર્ટ કમિશનના આદેશનું ઉલ્લંઘન બદલ જવાબદાર અધિકારીને શૉ કોઝ નોટિસ ફટકારી
કોર્ટ કમિશને જે તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં કાચા અને પાકા રસ્તા બંનેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાયું છે. રોડ પબ્લીક પ્રોપર્ટી છે. રેવન્યુ રેકોર્ડમાં રોડ અંગેની કોઈ એન્ટ્રી પણ નથી. રેવન્યુ રેકોર્ડમાં જો રોડ અંગે કોઈ એન્ટ્રી ના હોય તો તમે ખાનગી માલિકની જમીન પર દબાણ કર્યુ કહેવાય. બદઈરાદા પૂર્વક ડિસ્ટ્રીક્ટ ઓથોરિટીએ કોર્ટ કમિશનના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. જવાબદાર અધિકારીઓ સામે શા માટે કન્ટેમ્પ્ટ કાર્યવાહી ના કરવી તે અંગે કોર્ટે શૉ કોઝ નોટિસ ફટકારી છે. જેની વધુ સુનાવણી 29 એપ્રિલે થશે.

શું છે સમગ્ર મામલો?
સુરતની નાની નરોલી અને તેની આસપાસના ગામના લોકોએ હાઈકોર્ટમાં ઢગલાબંધ અરજીઓ કરી હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે, તેમના ગામમાં (જીઆઇપીએલ)પાવર જનરેશન કંપની માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. લીગ્નાઈટ માઇનીંગ માટે ટ્રાન્સપોર્ટેશન માટે રસ્તો બનાવી દીધો છે. તેના પરથી લોકોને અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર છે. લોકોની પોતાની જમીન હડપ કર્યા બાદ પણ તેમને રસ્તાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. 

કોર્ટ કમિશનના રિપોર્ટ અનુસાર, પાકા રસ્તાની આસપાસની જમીન હડપીને તેના પર રોડ બંધાવી દીધો છે. ગ્રામપંચાયતે મંજૂરી નથી આપી છતાં દબાણપૂર્વક પાકો રસ્તો બાંધી દીધો છે. જેના લીધે મોટાભાગના ગામના લોકોને કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ટ્રાફિકજામ થઈ સર્જાઈ છે. પોતાની જ માલિકીની જમીન રાજયના વિકાસ માટે આપ્યા પછી પણ તેમને પાકો રસ્તો વાપરવાની છૂટ મળતી નથી. ચોમાસામાં કાચા રસ્તા હોવાથી હાલાકી પડી રહી છે. ગામના લોકોએ અનેક વખત પાકો રસ્તો બનાવી આપવા કહેવા છતાં આજદીન સુધી પાકો રસ્તો બનાવી આપ્યો નથી.

સુરતની ગ્રામ પંચાયતની કામગીરી મામલે ડિસ્ટ્રીક્ટ ઓથોરિટી સામે કડક વલણ દાખવતા હાઇકોર્ટ જણાવ્યું કે, તમે કોર્ટને હળવાશથી લેશો તો હજુ આના કરતા વધુ આકરો દંડ અને નોકરી ખોવાનો પણ વારો આવશે.