મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: થાનની શાળાના વિદ્યાર્થીને આચાર્યએ માર્યો ઢોર માર, પ્રિન્સિપાલે કહ્યું દિવ્યાંગ વિદ્યાર્થીને કર્યા હતા અડપલાં

સુરેન્દ્રનગરના થાનની ડોક્ટર આંબેડક્ટર પ્રાથમિક શાળા નંબર-9ના પ્રાથમિક શાળાના આચાર્ય વિવિદમાં

સુરેન્દ્રનગર: થાનની શાળાના વિદ્યાર્થીને આચાર્યએ માર્યો ઢોર માર, પ્રિન્સિપાલે કહ્યું  દિવ્યાંગ વિદ્યાર્થીને કર્યા હતા અડપલાં

સુરેન્દ્રનગરના થાનની  ડોક્ટર આંબેડક્ટર પ્રાથમિક શાળા નંબર-9ના પ્રાથમિક શાળાના આચાર્ય વિવિદમાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  આચાર્યં દ્વારા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને માર મારવાના મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બાથરૂમમાં દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કર્યા હતાં અડપલાં

આચાર્યએ જણાવ્યું કે દિવ્યાંગ વિદ્યાર્થી સાથે આ વિદ્યાર્થીએ બાથરૂમમાં અડપલાં કર્યા હતા. અડપલાં  કરતા બરડાના ભાગે બે ધોલ મારી હોવાનું આચાર્યએ નિવેદન આપ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા પણ આચાર્ય પાસેથી સમગ્ર ઘટના અંગે ખુલાસો મંગાવામાં આવ્યો છે.

સ્ટીલના પાઈપથી ઢોર માર માર્યાનો તેની માતાએ ગંભીર આરોપ લગાવ્યો

આચાર્યએ વિદ્યાર્થીને સ્ટીલના પાઈપથી ઢોર માર માર્યાનો તેની માતાએ ગંભીર આરોપ લગાવ્યો  હતો. વિદ્યાર્થી ધોરણ-7માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની માતાએ થાન પોલીસ મથખે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો