મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: આપના દિગ્ગજ નેતા રાજુ કરપડાનું પક્ષમાંથી રાજીનામું, શું આંતરિક વિખવાદને કારણે લીધું પગલું?

સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર

Surendranagar news: આપના દિગ્ગજ નેતા રાજુ કરપડાનું પક્ષમાંથી રાજીનામું, શું આંતરિક વિખવાદને કારણે લીધું પગલું?

સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના આપના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ આપને રામ રામ કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જેલમાંથી છૂટ્યા બાદ આપ પાર્ટીમાં અંદોરઅંદર વિખવાદ ચાલી રહ્યો હતો.

 રાજુ કપરાડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું

અંતે આપ પ્રદેશ ખેડૂત નેતા રાજુ કપરાડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.જેલ માંથી બહાર આવ્યા બાદ પ્રસંગીત કામ પતાવ્યા બાદ અંતે રાજીનામું આપી દેવામાં આવ્યું. અચાનાક રાજીનામાથી પક્ષના અન્ય નેતાઓ પણ ચિંતિત છે.ટુક સમયમાં અન્ય પાર્ટીમાં જોડાય તેવા એંધાણ છે.

શું કહ્યું તેમણે રાજીનામામાં 

રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, "જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.!  પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.  મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...! "

રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર 

બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો