સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીની આત્મહત્યા મુદ્દે નોંધાઈ ફરિયાદ, અપાયા તપાસના આદેશ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીની આત્મહત્યા મુદ્દે

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીની આત્મહત્યા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ આ ઘટના તપાસના આદેશ આપ્યા છે.
ગઈકાલે 31 માર્ચે ધ્રાંગધ્રા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી રીટાબેન ડાભીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકવ્યું હતું. મૃતક મહિલા પોલીસકર્મીના પિતા મહેન્દ્રસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા છે અને ધ્રાંગધ્રા પોલીસ મથકના પી.આઈ એલ.યુ.મસીને તપાસ સોંપવામાં આવી છે.
ગઈકાલે પોલીસકર્મી રીટાબેન ડાભીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જો કે આ આત્મહત્યા પાછળનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.






