Surendranagar news: જિલ્લામાં પ્રથમ વખત ખનિજ માફિયાઓને તડીપાર કરાશે, તંત્રએ તૈયાર કરી લિસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી ડામવા માટે તંત્રએ અત્યાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી ડામવા માટે તંત્રએ અત્યાર સુધીની કાર્યવાહીના સંકેત આપ્યા છે. જિલ્લામાં પ્રથમ વખત ખનિજ માફિયાઓને તડીપાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા 88 જેટલા ખનિજ માફિયાઓનું લિસ્ટ તૈયાર
થાન અને મૂળી સહિતના વિસ્તારોમાં બેફામ બનેલા માફિયાઓ પર લગામ કસવા માટે તંત્ર દ્વારા 88 જેટલા ખનિજ માફિયાઓનું લિસ્ટ તૈયાર કરી પોલીસ વડાને સોંપવામાં આવ્યું છે.
માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની આક્રમક કાર્યવાહીને પગલે માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદેસર ખાણો અને અનધિકૃત પરિવહન કરતા તત્વો સામે તડીપારની દરખાસ્ત મંગાવવામાં આવી છે. જિલ્લામાં ખનિજ ચોરી પર સંપૂર્ણ રોક લગાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ અને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.






