મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પરિણીત મહિલા અને 18 મહિનાના બાળક સાથે ગુમ, પરિવારજનોનો અન્નજળનો ત્યાગ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યો છે. સુરેન્દ્રનગરની પરણિત મહિલા તેના 18 મ

સુરેન્દ્રનગર: પરિણીત મહિલા અને 18 મહિનાના બાળક સાથે ગુમ, પરિવારજનોનો અન્નજળનો ત્યાગ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યો છે.  સુરેન્દ્રનગરની પરણિત મહિલા તેના 18 મહિનાના બાળક સાથે ગુમ થઈ ગઈ છે.

પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

મહિલા અને બાળકી ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જોકે પરિવાર છેલ્લા 10 દિવસથી સીટી પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યો છે.છતાં પણ પરિવારને ન્યાય મળી રહ્યો નથી.

આ પણ વાંચો: અમદાવાદ: ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું શંકાસ્પદની સ્થિતિમાં મોત

પરિવારજનો રોજ પોલીસ સ્ટેશન જાય છે

પરિવારજનો રોજ પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ કાર્યવાહી કરીશું તેમ કહીને પરિવારને પાછો મોકલી દે છે..જોકે પોલીસ દ્વારા હજી સુધી ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. પરિવારે જ્યાં સુધી મહિલા અને બાળક મળશે નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો છે.

આ સમાચાર શેર કરો