મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાં બાદ સુરેન્દ્રનગરના આધેડનું મોત

Khyati Hospital PMJAY Scam : PMJAY યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા અને બિન

ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાં બાદ સુરેન્દ્રનગરના આધેડનું મોત

Khyati Hospital PMJAY Scam : PMJAY  યોજના હેઠળ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા અને બિનજરૂરી ઓપરેશનના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના એક આધેડનું મોત થયું છે. આ આધેડનું ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 

હૃદયની નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી નાખ્યું 

ખ્યાતિ હોસ્પિટલમાં જેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એ સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના આધેડ ગણપતભાઈ છગનભાઈ બજાણીયાનું મોત થયું છે. મૃતક ગણપતભાઈ  વિનાયકપુરા ગામમાં  ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પમાં બોડી ચેકઅપ કરાવવા ગયા હતા. ત્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે હૃદયની એક નળી બ્લોક છે. ત્યારબાદ તેમને અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં PMJAY યોજના હેઠળ હૃદયનું ઓપરેશન કરી નાખ્યું હતું. 

આ પણ વાંચો : જેના અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો ઘરે આવ્યો, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

ઓપરેશન બાદ તબિયત લથડતા સિવિલમાં મોકલી દીધા 

ઓપરેશન કર્યાના 24 કલાક બાદ  ગણપતભાઈની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ દર્દીને સિવિલ હોસ્પિટલમાં રીફર કરી નાખ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. મૃતકના પરિજનોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો