મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પિતા-પુત્રની જોડીએ પશુપાલકની 50 ગાયોને કરી દીધી ગાયબ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરના ચીખલીમાંથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમા

સુરેન્દ્રનગર: પિતા-પુત્રની જોડીએ પશુપાલકની 50 ગાયોને કરી દીધી ગાયબ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરના ચીખલીમાંથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોન્ઝી સ્કીમ બાદ હવે પશુઓની છેતરપિંડીની ઘટના સામે આવી છે. પીપળી ગામના માલધારીએ તેની 50 ગાયોને માળીયા તાલુકાના ચીખલી ગામે રહેતા પિતા પુત્રને આપી હતી.

માલધારીએ પિતા અને પુત્રને 50 ગાયો ચરાવવા આપી

માલધારીએ પિતા અને પુત્રને 50 ગાયો ચરાવવા આપી હતી, પરંતુ બાદમાં માલધારીએ પોતાની ગાયો પરત માંગતા પિતા-પુત્રએ ગાયો પરત ન આપીને છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં 5 નામ સૌથી વધુ ચર્ચામાં, ઉતરાયણ પછી થઈ શકે છે જાહેરાત

 4 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

પીપળી ગામના માલધારીઓ બન્ને આરોપીઓ સામે 50 ગાયો ગાયબ કરી 4 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાને લઇ માલધારીઓમાં રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો