સુરેન્દ્રનગર સિવિલની મોટી બેદરકારી : સીટી સ્કેન સહિતના કરોડોના નવા મશીનો બન્યા ભંગાર
Surendranagar News : સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની મોટી બેદરકારી સામે આવી છે. સિવિલ હ

Surendranagar News : સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની મોટી બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે સીટી સ્કેન સહિતના કરોડોના નવા મશીનો વસાવવામાં આવ્યા. પણ સિવિલના સત્તાધીશોએ એક પણ વાર ઉપયોગ કર્યો નહીં અને હવે આ મશીનો ભંગાર બની ગયા છે.
સ્કેનનું મશીન છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં
સરકાર દ્વારા આરોગ્યની સુવિધા વધે તે માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કરોડોનો ખર્ચ કૈરને સિટીસ્કેન, એક્સરે અને સોનોગ્રાફી આ મશીનો વસાવામાં આવ્યાં હતા. પરંતુ આ મશીનોમાં સિટી સ્કેનનું મશીન છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આમ તો જ્યારથી સરકારે ફાળવ્યું ત્યારથી આ મશીન ચાલુ નથી થયું, એક પણ રિપોર્ટ નથી થયો. એક્સ-રેનું મશીન ચાલુ છે પણ દર્દીઓ જે ફોટા પડાવે તે ઝાંખા આવી રહ્યા છે એટલે તે ડોક્ટર જોઈ નથી શકતા એટલે એક્સ-રે મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. સોનોગ્રાફીનું મશીન સ્પેશિયલ ઓપરેટર ન હોવાના કારણે ચાલુ થાય છે તો અમુક સમયે બંધ થઈ જતું હોય છે. કરોડો રૂપિયાના આ મશીન સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ભંગાર હાલતમાં છે.
રિપોર્ટ કરાવવા ગરીબ દર્દીઓને બહાર જવું પડી રહ્યું છે
હાલના તબક્કામાં એક પણ વાર ઉપયોગમાં ન લેવાયેલું સીટી સ્કેન મશીનને એક રૂમમાં મૂકીને બહારથી તાળું મારી દેવામાં આવ્યું છે. એટલે તેની સમગ્ર બાબત બહાર ન આવે. હાલમાં જ્યારે સીટી સ્કેનનો એક રિપોર્ટ કરાવવા દર્દી બહાર જાય ત્યારે 3 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને તે પણ બીજી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. સરકાર કરોડોનો ખર્ચ કરે છે, છતાં પણ સિવિલમાં આવતા ગરીબ દર્દીઓને બહાર હજારો ખર્ચ કરીને રિપોર્ટ કરાવવા જવું પડી રહ્યું છે. આ સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.






