Surendranagar: સીટી બસના ભાડામાં કરાયો વધારો: મુસાફરો પર મોંઘવારીનો માર
સુરેન્દ્રનગર શહેરમાં જાહેર પરિવહનનું મુખ્ય સ્ત્રોત ગણાતી સીટી બસના ટિકિટના ભાડામાં વધારો

સુરેન્દ્રનગર શહેરમાં જાહેર પરિવહનનું મુખ્ય સ્ત્રોત ગણાતી સીટી બસના ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલતી સીટી બસના ટિકિટમાં અંદાજે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સ્થાનિક નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નિયમિત મુસાફરોના ખિસ્સા પાર પડી છે.
ભાડામાં બે રૂપિયાનો વધારો
સુરેન્દ્રનગર શહેરમાં સીટી બસો ખાસ કરીને વઢવાણ-સુરેન્દ્રનગર વચ્ચેની મુસાફરી માટે મહત્ત્વનું માધ્યમ છે. આ બસોમાં દરરોજ મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરે છે. નવા ભાડા વધારા અનુસાર, દરેક ટિકિટના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે મુસાફરોને હવે વધુ ખર્ચ કરવો પડશે.




