મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડી હાઈવે પર સોખડા ગામના પાટિયા પાસે મિનિ ટેમ્પોએ મારી પલટી

સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ

સુરેન્દ્રનગર: પાટડી હાઈવે પર સોખડા ગામના પાટિયા પાસે મિનિ ટેમ્પોએ મારી પલટી


 સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.  આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં મિનિ ટેમ્પો પલ્ટી જતા ઘણા 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઝેંઝરી નજીક સોખડા ગામના પાટિયા પાસે શ્રમિકોને ભરી મજૂરી માટે લઈ જતો ટેમ્પો એકાએક પલ્ટી જતા તેમાં સવાર 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ચારની હાલત ગંભીર થઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળેપહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈ ટ્રાફિક હળવો કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી ગયાનું સામે આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો