Video: કામરેજમાં તાપી નદીના કિનારે સીન સપાટા કરનાર યુવકોને કાયદાનું ભાન

સોર્સ: gstv

કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના કિનારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે સ્પોર્ટ્સ બાઈકથી જોખમી સીન સપાટા કર્યા હતા. જાહેરમાં ઉત્પાત મચાવનાર આ યુવકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આ મામલે વાયરલ વીડિયોના આધારે કામરેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેર જેટલી સ્પોર્ટ્સ બાઈક ડિટેઇન કરી છે અને તમામ બાઈક ચાલક યુવકોને કામરેજ પોલીસ મથક ખાતે લાવીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત